Select Language

AboutEvent CalendarPhoto GalleryApplication FormTerms & ConditionContact Us

આજથી ૧૧૨ વર્ષ પહેલાં મહિલાઓની, જેમાં ખાસ કરીને વિધવાઓ અને ત્યક્તાઓની સ્થિતિ અત્યંત દયાજનક  હતી. આજના સમયમાં તો એ પરિસ્થિતિની કલ્પના કરવી પણ અશક્ય જણાય છે. ૧૫ મે, ૧૯૦૭ નાં રોજ અને અખાત્રીજના શુભ દિવસે, બે વિધવા બહેનો – શ્રીમતી શિવગૌરી ગજ્જર અને શ્રીમતી બાજીગૌરી મુન્શીએ પોતાનું સર્વસ્વ અર્પણ કરીને  સુરતમાં બહેનો માટેની અને બહેનો દ્વારા ચાલતી સંસ્થા વનિતા વિશ્રામની સ્થાપના કરી.

વનિતા વિશ્રામના ૧૧૨ વર્ષના અવિસ્મરણીય ઇતિહાસના પાયામાં રહેલું છે સંસ્થાનું મુખ્ય ઉદ્દેશ્ય – ‘સ્ત્રી સશક્તિકરણ’. આરંભના વર્ષોમાં જયાં બહેનો આશરો લેતી, નાના-મોટા ઉદ્યોગ કે ધંધા માટે તાલીમ મેળવતી, જીવન જરૂરિઆતની વસ્તુઓ અને સામગ્રી બનાવી એનું વેચાણ કરતી, એજ સંસ્થા આજે વટવૃક્ષ સમાન અડીખમ ઊભી છે અને સંસ્થા દ્વારા સંચાલિત ૧૮ વિદ્યાશાખાઓ દ્વારા ૧૩,૦૦૦ થી પણ વધુ છોકરીઓને શૈક્ષણિક, રોજગારલક્ષી અને
વ્યવસાયલક્ષી તાલીમ પૂરી પાડી રહી છે.

હાલના સમયમાં જ્યાં સરકાર દ્વારા ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’, ‘સ્કીલ ડેવેલપમેન્ટ’ જેવી મહત્વકાંક્ષી અને અતિઉપયોગી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે, ત્યારે આ દિશામાં વનિતા વિશ્રામનો ફાળો ઓછો આંકી શકાય તેમ નથી. વનિતા વિશ્રામ દ્વારા બેબી ડે કેર સેન્ટર, પ્રાયોગિક પ્રાથમિક શાળા થી લઇ પૂર્વ-પ્રાથમિક, પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, સ્નાતક અને અનુસ્નાતક કક્ષાની કોલેજો અને શાળાઓમાં આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, હોમ સાયન્સ, મેનેજમેન્ટની ફેકલ્ટીને લગતા કોર્ષીસ તેમજ નર્સિંગ સ્કુલ તથા ફેશન ડીઝાઇનીંગ ઇન્સ્ટીટયુટ ચલાવવામાં આવે છે.

વનિતા વિશ્રામે છેલ્લા ૧૧૨ વર્ષોમાં ગર્વ લઇ શકાય એવી પ્રવૃત્તિઓ આદરી છે. એનો રજત મહોત્સવ ઈ.સ. ૧૯૪૦માં ભારતના મહાન રાજનીતિજ્ઞ શ્રી રાજાજીના પ્રમુખપદે ઉજવવામાં આવ્યો હતો. આ રજત મહોત્સવમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને શ્રી રવિન્દ્રનાથ ટાગોર જેવા ભારતભરના મહાપુરુષો પણ ઉપસ્થિત રહ્યા હતા. અને પોતાના આર્શીવચનો પત્ર દ્વારા પાઠવી વનિતા વિશ્રામનું સામાજિક દાયિત્વ તથા સંસ્થાની સેવાઓને બિરદાવી હતી.

સ્ત્રી સશક્તિકરણના ઉદ્દેશ્યને સાચા અર્થમાં સાકાર કરવા હેતુસર, વનિતા વિશ્રામ દ્વારા VIEW, એટલે કે, VANITA VISHRAM INSTITUTE FOR EMPOWERMENT OF WOMEN ની સ્થાપના કરવામાં આવી છે. શૈક્ષણિક ક્ષેત્રે હરળફાળ ઝડપે આગળ વધતી આ સંસ્થામાં એક નવો આયામ જોડાયો. એક તરફ ૨૫ થી પણ વધુ રોજગાર અને વ્યવસાયલક્ષી કોર્ષીસ શરૂ કરવામાં આવ્યા તો બીજી તરફ ગુજરાત સરકારની વિધવા સહાય યોજનાના લાભો

સાચા અર્થમાં લાભાર્થીઓ સુધી પહુંચે એનું બીડું ઉપાડી લેવામાં આવ્યું. VIEW હેઠળ ચલાવવામાં આવતી તમામ પ્રવૃત્તિઓનો એકમાત્ર હેતુ સ્ત્રીઓને સ્વાવલંબન અને પગભર બનાવવાનો છે. ઘર, સમાજ, ગામ, શહેર, રાજય કે પછી દેશને વિકસિત કરવાનું સ્વપ્ન સ્ત્રીઓના ઉત્થાન તથા એમના મહત્વપૂર્ણ યોગદાન વિના શકય નથી જ, એનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ વનિતા વિશ્રામના અભૂતપૂર્વ ઇતિહાસે તથા ગૌરવાન્વિત કરે એવા વર્તમાને પુરું પાડયું છે.

વનિતા વિશ્રામ સંસ્થા એક રત્નજડિત મુગટ-સમાન છે. આ મુગટ ના રત્નોની શ્રેણીમાં એક નવું રત્ન ઉમેરાય રહ્યું છે, એટલે કે, ‘વનિતા આર્ટ ગેલેરી’. આ આર્ટ ગેલેરીની સ્થાપના ત્રણ હેતુસર કરવામાં આવી રહી છે:
૧) મોજીલા સુરત જેવા વ્યવસાયલક્ષી શહેરમાં કળાને પ્રાધાન્ય અને વેગ આપતા એક સેન્ટર તરીકે.
૨) ઉભરતા તથા સ્થાપિત કલાકારોને પોતાનું કલાકૌશલ્ય લોકો સુધી પહોંચાડવા માટેના એક સેન્ટર તરીકે.
૩) આ કલાકારોમાં પણ વળી સ્ત્રી કલાકારોને પ્રોત્સાહન પુરું પાડતા સેન્ટર તરીકે.

વનિતા વિશ્રામ, સુરત દ્વારા કલા રાજય ગુજરાતના સુરત શહેરનાં મોજીલા, ચિત્રકળાપ્રેમી, પ્રતિભાશાળી કલાકારો તેમજ ભારતભરની જાહેર જનતા માટે સ્થાપનાકાળના ૧૧૨ વર્ષ જુના મુખ્ય મકાનમાં ‘વનિતા આર્ટ ગેલેરી’ તા. ૧૩-૧૦-૨૦૧૯, રવિવારનાં રોજ સવારે ૧૦.૩૦ કલાકે ગુજરાત રાજયના સોશીયલ જસ્ટીસ અને એમ્પાવરમેન્ટ વિભાગના માનનીય મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે ખુલ્લી મૂકી રહ્યા છીએ. માનવંતા સાંસદ શ્રી સી. આર. પાટીલ અને માનવંતા ધારાસભ્ય શ્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેનાર છે.

અમો, વનિતા વિશ્રામ સંસ્થાના સંચાલક મંડળના સદસ્યો મહિલા સશક્તિકરણનાં હેતુને સાકાર કરવાનાં ભાગરૂપે વધુ એક સોપાન ‘વનિતા આર્ટ ગેલેરી’ નું આયોજન કરતા આનંદની લાગણી અનુભવીએ છીએ અને જાહેરજનતાને લાભ લેવા અને મહિલા સશક્તિકરણનાં કાર્યને સાકાર કરવા અનુરોધ કરીએ છીએ.


વનિતા વિશ્રામ, સુરત સંચાલિત વનિતા આર્ટ ગેલેરીના વપરાશના નિયમો

વનિતા વિશ્રામની સ્થાપના ઈ.સ. ૧૯૦૭ માં સુરતમાં  અને ઈ.સ. ૧૯૫૧માં મુંબઈમાં થયેલી છે. આમ સુરતની આ સંસ્થાને ૧૧૨ વર્ષ થયેલ છે. હાલ વનિતા વિશ્રામમાં વિવિધ પ્રકારની ૧૭ સંસ્થા આવેલી છે. જેમાં અંદાજે ૧૩૦૦૦ વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે.

સ્ત્રી સશક્તિકરણ  માટે વનિતા વિશ્રામ વનિતા દક્ષિણ ગુજરાતની અગ્રેસર અને એકમાત્ર સંસ્થા છે. જેના નવા સોપાન તરીકે આર્ટ ગેલેરીની સ્થાપના કરવામાં આવેલ છે. જેના  વપરાશના નિયમો નીચે મુજબ છે.

૧. આર્ટ ગેલેરી હાલમાં વનિતા વિશ્રામના ૧૧૨ વર્ષ જુના હેરીટેજ બિલ્ડીંગમાં પ્રથમ માળે આયોજન કરવામાં  આવેલ છે.

૨. આ આર્ટ  ગેલેરી નંબર – ૧ જેની લંબાઈ ૨૮’ ૦’’ પહોળાઈ  ૩૫’ ૦’’ અને ઊંચાઈ ૨૦  ફૂટ છે તથા તે  એરકન્ડીશન છે.

૩. આ આર્ટ  ગેલેરી નંબર – ૨  જેની લંબાઈ ૪૯’ ૦’’ પહોળાઈ  ૩૫’ ૦’’ અને ઊંચાઈ ૨૦ ફૂટ છે તથા તે  એરકન્ડીશન છે.

૪. ઉપરોક્ત આર્ટ ગેલેરી – ૧ માં  ૫૪ લાઈટો આવેલી છે.

૫. ઉપરોક્ત આર્ટ ગેલેરી – ૨ માં  ૯૬ લાઈટો આવેલી છે.

૬. ૧૩’ ૦” X ૧૪’ ૦” નો નાનો કોન્ફરન્સ રૂમ જેમાં ૮ થી ૧૦ વ્યક્તિઓ બેસી શકશે.

૭. ઉપરોક્ત ગેલેરી તથા કોન્ફરન્સ રૂમ સવારે ૧૧.૦૦ થી સાંજે ૭.૦૦ સુધી વપરાશમાં લઈ શકાશે જેનું ભાડુ નીચે મુજબ છે.

અ. ગેલેરી નંબર – ૧                       —> રૂ. ૫૦૦૦/-  દિન -૧ ના સવારે ૧૧.૦૦ થી સાંજે ૭.૦૦

બ. ગેલેરી નંબર – ૨                       —> રૂ. ૭૦૦૦/-   દિન -૧ ના સવારે ૧૧.૦૦ થી સાંજે ૭.૦૦

ક. કોન્ફરન્સ રૂમ નાનો                  —> રૂ.૧૦૦૦/-   દિન -૧ ના સવારે ૧૧.૦૦ થી સાંજે ૭.૦૦

૮. બુકિંગ કરતી વખતે રૂ.૧૦,૦૦૦/- ડીપોઝીટ તરીકે ચેક/ડીમાન્ડ/રોકડા  ડ્રાફ્ટ  દ્વારા જમા કરાવવાના રહેશે. તેમજ વપરાશના દિવસ પહેલા બાકીની

રકમ જમા કરાવાવની રહેશે. ત્યારબાદ જ ગેલેરીનો કબજો આપવામાં આવશે. ઓનલાઈન બુકીંગ નીચેની વિગતે કરી શકાશે.

HDFC Bank  S B Account No. : 50100203341213, IFSC Code : HDFC0001707

૯. બુકિંગ કેન્સલ ચાર્જ નીચે મુજબ પરત કરવામાં આવશે.

  • એક્ઝીબીશનનાં ૩૦ દિવસ પહેલા બુકીંગ કેન્સલ કરવામાં આવે તો ડીપોઝીટ પરત મળશે નહી.
  • એક્ઝીબીશનનાં ૩૧ થી ૯૦ દિવસ પહેલા બુકીંગ કેન્સલ કરવામાં આવે તો ૫૦% ડીપોઝીટ પરત મળશે.
  • એક્ઝીબીશનનાં ૯૧ થી ૧૨૦ દિવસ પહેલા બુકીંગ કેન્સલ કરવામાં આવે તો ૭૫% ડીપોઝીટ પરત મળશે.
  • એક્ઝીબીશનનાં ૧૨૧ દિવસ પહેલા બુકીંગ કેન્સલ કરવામાં આવે તો ૧૦૦% ડીપોઝીટ પરત મળશે.

૧૦. ઉપરોક્ત સમય સિવાય વધારે સમય વપરાશમાં લેવામાં આવે તો ૧ ગેલેરીના ૧ કલાકના રૂ.૧૦૦૦/- ચાર્જ લેવામાં આવશે.

૧૧. ઉપરોક્ત ભાડા ઉપરાંત લાગુ પડતા ટેક્ષ, GST  વિગેરે અલગ રીતે ભરવાનાં રહેશે.

૧૨. ઉપરોક્ત આર્ટ ગેલેરીના લાઈટ બીલ એક યુનીટનાનાં રૂ.૧૨/- પ્રમાણે અલગ રીતે  ભરવાના રહેશે. હાલમાં જનરેટરની વ્યવસ્થા સંસ્થામાં નથી.

૧૩. કોઇપણ પ્રકારના ખાદ્ય પદાર્થો, ચા, કોફી ગેલેરીમાં લઈ જવા દેવામાં આવશે નહી.

૧૫. કોઇપણ પ્રકારની ટેકનિકલ ખામી જેવી કે, એ.સી./પંખા/લાઇટ/પાણીની મોટર/લિફટ/ગીઝર/કુલર વગેરે બગડે અથવા ઇલેકટ્રીક

કંપની તરફથી પાવર બંધ થાય અથવા કોઇપણ આકસ્મિક સંજોગો દરમ્યાન લાઇટ કે પાણીની વ્યવસ્થા ના મળે તો તેને માટે

મેનેજમેન્ટ/સંસ્થા જવાબદાર રહેશે નહી.

૧૬. ગેલેરીમાં ચિત્રો તથા સ્કલ્પચર ડિસપ્લે કરતી વખતે ગેલેરીના કોઇપણ ફર્નિચર, પેનલ તથા દિવાલને નુક્શાન ન થાય તેનું ધ્યાન

રાખવાનું રહેશે. તેમ છતાં કોઇપણ પ્રકારની નુકસાની થાય તો થતી નુકસાની ચુકવવાની રહેશે.

૧૭. ગેલેરીમાં આવનાર કોઇપણ મુલાકાતી દ્વારા ધાંધલધમાલ, મારા-મારી, ચોરી, નુકસાની કરવામાં આવે તો તે માટે  વનિતા વિશ્રામ

જવાબદાર રહેશે નહિ. આ માટે જરુરી પોલીસ કાર્યવાહી બુકીંગ એજન્સી / વ્યક્તિએ કરવાની રહેશે.

૧૮. જે તે પ્રસંગની સરકારી નોંધણી / મંજુરી / લાયસન્સ જો લેવાનું  થાય તો અરજદારે જાતે લેવાની રહેશે. તથા મંજૂરી થયેલ કોપી જમા  કરવાની રહેશે.

૧૯. એક્ઝીબીશનમાં આવનાર VIP મહેમાનના પ્રોટોકોલ માટેની તમામ જવાબદારી અરજદારની રહેશે.

૨૦ . ઉપરોક્ત દરમાં કે નિયમમાં  ફેરફાર  કરવાનો હક્ક  વનિતા વિશ્રામ  મેનેજમેન્ટનો  રહેશે. તથા ભવિષ્યમાં મેનેજમેન્ટ બૂકિંગની

તારીખ બદલવાની  તથા  બૂકિંગ રદ  કરવાની  ક્ષમતા  ધરાવી  શકે  છે  આ  બાબતે  અરજદાર દલીલ કરી શકાશે નહિ અને જે

અરજદારે માન્ય રાખવા નું રહેશે.

Phone No: 0261- 2300208
Mobile No:7623009044